Posts

Showing posts from July, 2018

ટીચર્સ ટ્રેઇનિંગ (14-7-2018)

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની આજની ટીચર્સ ટ્રેઇનિંગના વક્તાશ્રી પરેશભાઈ દલસાણિયા કે જેઓ પાઠ્યપુસ્તક મંડળના લેખક તથા તજજ્ઞ છે, જેઓએ આજરોજ શિક્ષકએ વર્ગને સ્વર્ગ બનાવવા કેવા પ્રકારની બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે માહિતગાર કર્યા હતા તથા જે પણ કોઈ કાર્ય કરો તે બેસ્ટ કરો જેવી અનેક બાબતો કહો શિક્ષકોને મોટીવેટ કર્યા હતા. પરેશભાઈ દલસાણિયાએ નવયુગના આંગણે હાજરી આપી સ્ટાફને ટ્રેઇનિંગ આપી તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે...

બોધસભા (14-7-2018)

Image
બોધસભા વક્તા નિરવભાઈ માનસેતા તેમને આજે ગુરુ મહિમા વિશે બોલ્યા હતા..

"નવયુગના એન્જીનિયરો"

Image
એક સંશોધન મુજબ ધૂળમાં રમતા બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે... નવયુગ સંકુલના ધોરણ-1 ના બાળકોએ માટીના રમકડાં બનાવી પોતાનામાં રહેલી આવડતને બહાર લાવવા માટે આ પ્રવૃત્તિ કરાવી હતી. નવયુગના એન્જીનિયરો દ્વારા બનાવવામાં આવેલ રમકડાની કૃતિઓ....

યોગા ચાર્ટ.

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા પ્રકાશિત યોગા ચાર્ટ... મોરબી જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત... અત્યાર સુધી તમામ શાળાઓમાં બુકમાં આપેલ યોગા કે અન્ય પોસ્ટરમાં આપેલ યોગાસનનો ઉપયોગ કરતા હવે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના યોગ શિક્ષકશ્રી તરુણભાઈ પટેલ પોતે યોગા કરે તેનો ચાર્ટ બનાવી આજ નવયુગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો...Share it..

વિજ્ઞાનનું પ્રત્યક્ષ શિક્ષણ

Image
નવયુગ સંકુલ પ્રવૃતિઓની નગરી તરીકે ઓળખાઈ છે, જેમાં ધોરણ - 8 ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં અભ્યાસમાં આવતું પ્રકરણ "પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન" આ પ્રકરણનો અભ્યાસ આજરોજ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ખેતરમાં કરાવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા મુદ્દાઓ ઢેફુ, ચાસ, ધોરીયા, પાક વાવણીના સાધનો, બિયારણ, સિંચાઈ, બળદગાડું વગેરેનું પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવ્યું હતું. શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આ પ્રત્યક્ષ શિક્ષણ ખૂબ જ અગત્યનું નીવડે છે. આ પ્રત્યક્ષ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની તસવીર...

સ્ટાફ ટ્રેઇનિંગ (23 June 2018)

Image
વયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં દર 15 દિવસે પ્રાથમિક વિભાગના શિક્ષકોની ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજરોજ મહેમાન તરીકે પાઠ્યપુસ્તક મંડળના લેખક શ્રી ભાવેશભાઈ પંડ્યા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ટ્રેનર બનેલ જેમણે આજરોજ નવા કોર્ષ તથા બાળકોને અભ્યાસ બાબતે કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું તથા વર્ગખંડને સ્વર્ગ કેમ બનાવવો તે બાબતે ખાસ શિક્ષકોને માહિતીસભર કર્યા હતા. અંતમાં કવિતા અને બાળગીતોનું ગાન કરી આજનું સેસન પૂર્ણ કરવામાં આવ્યું હતું. ભાવેશભાઈ પંડ્યાએ આજના સેસનમાં હાજરી આપી તે બદલ પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે....

બોધસભા (23/6/2018)

Image
દર શનિવારના રોજ બાળકોને પ્રેરણા પૂરી પાડવા માટે. બહારથી વક્તાને બોલવામાં આવે છે આજ રોજ તારીખ  23/6/2018 ના વક્તા શ્રી કુલદીપભાઈ જેઠલોજા હતા. જેઓએ  Smart Genaration. ભગવાને આપણને શા માટે પૃથ્વી પર મોકલ્યા છે.? શિસ્તના પાઠો ભણાવે છે.તેમાં આપણે પાલન કેટલું કરીએ છીએ??? પૉષ્ટિક આહર લેવો જોઈએ વિષયોને પ્રેમ કરો. મારે ક્યાં માધ્યમમાં આગળ વધવું છે  Digital Activity base education system ભારતીય સંસ્કૃતિને ના ભૂલો પુસ્તકો વાંચવાથી વિચારો સારા આવે છે. તુમ ચલો તો હિન્દુસ્તાન ચલે એક વ્યક્તિ ધારે તો શું કરી શકે તે અંગે video બતાવ્યા સફળતા મળે એવું સર્ચ કરો. વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી બાળકોને પ્રેરણા પુરી પાડેલ.

નવયુગ સંકુલ સ્થાપના દિન (19-6-2018)

Image

"ઠંડા ઠંડા કુલ કુલ"

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંચાલકો બાળકોના વિકાસ અને બાળકોના આનંદ માટે એક પણ મોકો ક્યારેય છોડતા નથી. જેમાં આજરોજ KG તથા ધોરણ 1 ના વિદ્યાર્થીઓએ બાથ ટબમાં ક્લાસના મિત્રો સાથે ખૂબ આનંદ માણ્યો હતો. સાથે સાથે શિક્ષકોએ ફુવારા ગોઠવી વોટર પાર્ક જેવું વાતાવરણ ઉભું કર્યું હતું. બાળકોના આનંદની યાદગાર તસવીરો..

ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર જુન 2018

Image