"ઇન્ડસ્ટ્રીની મુલાકાત" (નવયુગ કોમર્સ સ્કૂલ)
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ચાલતા નવયુગ કોમર્સ સ્કૂલના ધોરણ - 11 અને 12
ના વિદ્યાર્થીઓએ ક્યુટોન સીરામીક ખાતે મુલાકાત કરી હતી. જેમાં રો મટીરીયલથી
માંડીને પ્રોડક્શન અને વેંચાણ અંગેની તમામ માહિતી કંપનીના કર્મચારીઓ
દ્વારા આપવામાં આવી હતી. આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતથી વિદ્યાર્થીઓના
અભ્યાસમાં આવતા એકમો સહજ અને અનુભવ સાથે પ્રત્યક્ષ જ્ઞાન મેળવે તે હેતુથી
નવયુગ કોમર્સ સ્કૂલના પ્રિન્સિપાલશ્રી ભાવેશભાઈ આંકોલા તથા અન્ય શિક્ષકોની
ટીમ સાથેની આ મુલાકાત યાદગાર રહી હતી.