"અદાલતની પ્રત્યક્ષ સમજ"
અદાલત આપણે ટી.વી. સિરિયલમાં કે ફિલ્મમાં સામાન્યરીતે જોતા હોઈએ છીએ પણ
ક્યારેય પ્રત્યક્ષ નિહાળી છે? જવાબ કદાચ ના જ હશે. પણ ધોરણ - 7 માં સામાજિક
વિજ્ઞાન વિષયમાં આવતું પ્રકરણ "અદાલત શા માટે" નું પ્રત્યક્ષ જ્ઞાન
બાળકોને મળે તથા આજનું બાળક આવતીકાલનો નાગરિક છે, માટે અદાલત વિશે જાણે અને
સમજે તે માટે સામાજિક વિજ્ઞાન વિષયનું અધ્યયન કરાવતા શિક્ષકશ્રી સંદીપસિંહ
ઝાલા કે જેઓએ વિદ્યાર્થીઓને જજ, વકીલ, ફરિયાદી, ગુનેગાર વગેરે બનાવી
અદાલતની કામગીરીને રજુ કરતું નાટક ભજવ્યું હતું. આ નાટક દ્વારા હકીકતમાં
અદાલતની મુલાકાત લીધી હોવાનો આનંદ પ્રાપ્ત થયો હતો.