Posts

Showing posts from December, 2017

નવયુગ સંકુલ ~ રમતોત્સવ 2017

Image
નવયુગ શૈક્ષણિક સંકુલ - વિરપર(મોરબી) ના ક્રિડાગણમાં તારીખ- ૨૨/૨૩ બે દિવસીય નવયુગ સ્પોર્ટ્સ ટેલેન્ટ રમતોત્સવ - 2017 નુ મશાલરેલી તેમજ વિવિધ ગેમ્સ, એથ્લેટીક્સ, રીલેરમતો જેવી પંદરથી વધુ રમતોનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો આ રમતોત્સવ ને સફળ બનાવવા માટે વ્યાયામ શિક્ષક પરમાર શૈલેશભાઇ તેમજ નવયુગ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આવા ઉત્કૃષ્ઠ કાર્ય બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાજીયા સાહેબે ખેલાડીઓને તેમજ સર્વે સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

નવયુગનું ગૌરવ

Image
ગાયત્રી પરિવાર દ્વારા યોજાયેલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં મોરબી જિલ્લામાં સરડવા કવન એ પ્રથમ નંબર મેળવેલ છે તે બદલ સંસ્થા ના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

ધોરણ - 10 માટે મોટીવેશનલ સેમિનાર

Image
નવયુગ સંકુલ અને નવયુગ વિદ્યાલયના ધોરણ - 10 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયા કે જેમણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી કઈ રીતે કરવી તથા સતત મહેનત કરવા વિદ્યાર્થીઓને કહ્યું હતું. સાથે સાથે સ્માર્ટવર્ક કરવું હાર્ડવર્ક નહીં તે અંગે પણ વાત કરી હતી. આ સેમિનારની અમુક યાદગાર તસવીરો...

બાલસભા (ડિસેમ્બર)

Image

બોધસભા (Date-16-12-2017,શનિવાર)

Image
બોધસભા વક્તા   શૈલેશભાઈ પડસુંબિયા   માત-પિતાનો ઉપકાર 💦 Parenrsની સેવા (વાર્તા કરી) 💦 સુખ દુઃખનો ભાગ . 💦 સેવા કઈ કઈ રીતે કરી છીએ 💦 આજ્ઞા એટલે શુ? 💦 ભગવાન કેવા દીકરા પર રાજી થાય ? 💦 તમે મોટા થઈને માત-પિતા માટે શું કરશો ? 💦 મારો સંકલ્પ-સેવા, આદર ખુબજ મસ્ત બોધસભા રહીં

"ઇન્ડસ્ટ્રીની મુલાકાત" (નવયુગ કોમર્સ સ્કૂલ)

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ચાલતા નવયુગ કોમર્સ સ્કૂલના ધોરણ - 11 અને 12 ના વિદ્યાર્થીઓએ ક્યુટોન સીરામીક ખાતે મુલાકાત કરી હતી. જેમાં રો મટીરીયલથી માંડીને પ્રોડક્શન અને વેંચાણ અંગેની તમામ માહિતી કંપનીના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં આવતા એકમો સહજ અને અનુભવ સાથે પ્રત્યક્ષ જ્ઞાન મેળવે તે હેતુથી નવયુગ કોમર્સ સ્કૂલના પ્રિન્સિપાલશ્રી ભાવેશભાઈ આંકોલા તથા અન્ય શિક્ષકોની ટીમ સાથેની આ મુલાકાત યાદગાર રહી હતી.

"અદાલતની પ્રત્યક્ષ સમજ"

Image
અદાલત આપણે ટી.વી. સિરિયલમાં કે ફિલ્મમાં સામાન્યરીતે જોતા હોઈએ છીએ પણ ક્યારેય પ્રત્યક્ષ નિહાળી છે? જવાબ કદાચ ના જ હશે. પણ ધોરણ - 7 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આવતું પ્રકરણ "અદાલત શા માટે" નું પ્રત્યક્ષ જ્ઞાન બાળકોને મળે તથા આજનું બાળક આવતીકાલનો નાગરિક છે, માટે અદાલત વિશે જાણે અને સમજે તે માટે સામાજિક વિજ્ઞાન વિષયનું અધ્યયન કરાવતા શિક્ષકશ્રી સંદીપસિંહ ઝાલા કે જેઓએ વિદ્યાર્થીઓને જજ, વકીલ, ફરિયાદી, ગુનેગાર વગેરે બનાવી અદાલતની કામગીરીને રજુ કરતું નાટક ભજવ્યું હતું. આ નાટક દ્વારા હકીકતમાં અદાલતની મુલાકાત લીધી હોવાનો આનંદ પ્રાપ્ત થયો હતો.

"સ્ટાફ ટ્રેઇનિંગ" (Dt. 9-12-2017)

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર મળી રહે તે હેતુથી ગવર્મેન્ટના અભ્યાસક્રમને પ્રવૃત્તિલક્ષી બનાવવા માટે દર 15 દિવસે સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે, આ ટ્રેઇનિંગના માધ્યમ દ્વારા દરેક શિક્ષકો અપડેટ્સ થાય અને કંઈક ને કંઇક નવી જાણકારી મેળવી વિદ્યાર્થીઓ સુધી વર્ગખંડમાં આ માહિતી પહોંચતી થાય આ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસરનો હેતુ છે. આ હેતુને સિદ્ધ કરવા માટે નવયુગના તજજ્ઞો દ્વારા ટ્રેઇનિંગ આપવામાં આ વે છે. (1) રાવલસર (અંગ્રેજી અને વિજ્ઞાન વિષયના તજજ્ઞ) - પ્રિન્સિપાલ (2) જોષીસર (સામાજિક વિજ્ઞાનના તજજ્ઞ) - પ્રિન્સિપાલ (3) રાજુભાઇ પૈજા (ભાષાના તજજ્ઞ) (4) કિરણભાઈ રાજપરા (ગણિત વિષયના તજજ્ઞ)

"અનેરી પ્રાર્થના"

Image
દરેક શાળામા દિવસની શરૂઆત વિદ્યાના દેવી માઁ સરસ્વતીની ઉપાસનાથી થતી હોય છે. પણ આ પ્રાર્થના નવયુગ સંકુલની કંઈક અલગ જ છે, જેમાં દરરોજ અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગાવામાં આવે છે, જેમાં ઓર્ગન, તબલા, ઢોલક, કરતાલ, ખંજરી વગેરે વિદ્યાર્થીઓ જ વગાડે છે. આ રીતે વિદ્યાર્થીઓને શીખવાની શરૂઆત પ્રાર્થનાથી જ થાય છે. આ પ્રાર્થનામાં ગાયન કરતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના બાળ કલાકારો....