મોય દાંડીયે રમતા બાળકો
નવયુગ સંકુલના કક્ષા - 2 ના બાળકોને ગિલ્લી દંડો પ્રકરણનો પ્રત્યક્ષ અભ્યાસ કરાવવા માટે ગણિત શિક્ષક જિનતબેન એ બાળકોને મોય દાંડીયે રમાંડ્યા હતા. સાથે સાથે અત્યારના 21મી સદીમાં મોબાઈલની ગેમ આવતા વિદ્યાર્થીઓ મેદાનની રમત ભૂલતા જાય છે. આ મેદાનની રમત બાળકો રમતા થાય તથા આ પ્રવૃત્તિથી બાળકો અનુમાન લગાવતા થાય અને માપન શીખી શકે તે હેતુ માટે આ પ્રવૃત્તિ કરાવવામા આવી હતી.. આ ગેમ વિદ્યાર્થીઓએ બાળપણમાં પહેલી વખત રમી ખૂબ આનંદ માણ્યો હતો...