Posts

Showing posts from August, 2017

"સ્વાઈન ફ્લૂ જાગૃતિ"

Image
અત્યારે સ્વાઈન ફ્લૂનો ભયંકર ચેપી રોગ વધી રહ્યો છે. ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીના વિદ્યાર્થીઓ સ્વાઈન ફ્લૂથી રક્ષણ મેળવી શકે તે હેતુથી પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર દ્વારા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. આ માસ્કથી વિદ્યાર્થીઓને ચેપી રોગથી બચાવી શકાય તેમજ આ રોગ વિશે માહિતિ આપવામા આવેલ.

બોધસભા 19/8/2017

Image
દરશનિવારની જેમ તારીખ:19/8/2017ના બોધસભા વક્તા:-  પ્રભુભાઈ કાવર ( ગોકુલ ગૌશાળામાં સેવા આપે છે) તેઓએ નીચેના મુદ્દાની ક્ષણાવત કરી હતી.. . 🔮 જીવનમાં સત્યનું મહત્વ વિશે વાત કહી... 🔮 પ્રેરક વાતો કહી... 🔮 તુલસીદાસ વાણી વાર્તા રુપે રજૂ કરી... 🔮 ગુરુ-શિષ્યના ઉદાહરણો આપ્યા.. . (રાજાનો ખજાનો,ચોરી કોઈપણ શરતે કરવી નહિ.ચાર કિંમતી વાત.. વગેરે...)

"Voice Of Morbi" "રાઠોડ ચંદુ"

Image
નવયુગ સંકુલ નુ ગૌરવ "રાઠોડ ચંદુ"   જેઓએ "Voice Of Morbi" નામની સંગીત સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી સાંભળનારના દિલ જીતી લીધા હતા.  નવયુગ પરિવારના બાગબાન તથા પ્રેરણા સ્ત્રોત એવા પી.ડી.કાંજીયા સાહેબ  તથા   નવયુગ પરિવાર વતી ખુબ સારી શુભેચ્છાઓ ...

બાલસભા

Image
નવયુગ સંકુલમાં શનિવારના રોજ બાલસભાનું આયોજન કર્યું હતું  જેમાં Western style Dance તથા નાટકો રજૂ કર્યા હતા. જેમાં સામાજિક,દેશભક્તિ તથા કોમેડી જેવા નાટકો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ પોતાની આગવી કલા રજૂ કરી હતી.તેમના યાદગાર ફોટા....

ફેક્ટરીની મુલાકાત

Image
નવયુગ સંકુલમાં કક્ષા - 8 માં આવતું પ્રકરણ અંગ્રેજ શાસન સમયે ભારતના ઉદ્યોગો. આ પ્રકરણની પ્રત્યક્ષ માહિતી બાળકો મેળવે તે હેતુથી સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી સંદિપસિંહ ઝાલાએ વિદ્યાર્થીઓને ફેક્ટરીની મુલાકાત કરાવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ખાસ તો ઉદ્યોગોમાં તૈયાર થતો માલ પાછળ જરૂરી કાચોમાલ કોને કહેવાય તે અંગે અલગ અલગ ફેક્ટરીઓમાં જઈ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ માહિતી આપી હતી જેમાં પ્લાસ્ટિકના દાણા તથા પ્લાસ્ટિકના દાણામાંથી બનતી થેલી અને પેકેજીંગની મુલાકાત લઈ પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યું હતું...

બોધસભા 12/8/2017

Image
   🎤  બોધસભા વકતા  🎤   Date-12/8/2017 શ્રી.ભાલોડિયા લલિતભાઈ(RSS સંઘના પ્રમુખ)  તેઓએ નીચેના મુદ્દાની ક્ષણાવત કરી હતી 🇮🇳 જન્માષ્ટમી -ક્રિષ્નાલીલા વિશે માહિતી આપી 🇮🇳 મહાભારતમાં-ભિષ્મ પિતામહનો પ્રસંગ કહ્યો 🇮🇳 સત્ય-અસત્ય વિશે જ્ઞાન આપ્યું 🇮🇳 દેશભક્તિ ભાવનાના પ્રસંગો કહ્યા 🇮🇳 ક્રાંતિકારી વિચારો વીર રસ સાથે રજુ કર્યા 🇮🇳 ભારત માતાકી જય 🇮🇳

મોય દાંડીયે રમતા બાળકો

Image
નવયુગ સંકુલના કક્ષા - 2 ના બાળકોને ગિલ્લી દંડો પ્રકરણનો પ્રત્યક્ષ અભ્યાસ કરાવવા માટે ગણિત શિક્ષક જિનતબેન એ બાળકોને મોય દાંડીયે રમાંડ્યા હતા. સાથે સાથે અત્યારના 21મી સદીમાં મોબાઈલની ગેમ આવતા વિદ્યાર્થીઓ મેદાનની રમત ભૂલતા જાય છે. આ મેદાનની રમત બાળકો રમતા થાય તથા આ પ્રવૃત્તિથી બાળકો અનુમાન લગાવતા થાય અને માપન શીખી શકે તે હેતુ માટે આ પ્રવૃત્તિ કરાવવામા આવી હતી.. આ ગેમ વિદ્યાર્થીઓએ બાળપણમાં પહેલી વખત રમી ખૂબ આનંદ માણ્યો હતો...

ત્રિરંગા રેલી

Image
15,ઓગષ્ટનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ટઁકારા ખાતે ઉજવણી થવાની છે. જેમાં આજ રોજ ત્રિરંગા રેલી આન બાન ઓર શાન સાથે લહેરાઈ હતી  તેમાં નવયુગ વિદ્યાલય-વિરપરના વિદ્યાર્થિઓ સહર્ષ સાથે જોડાયા હતા  તેની યાદગાર તસ્વીરો...

ચોઘડિયા જોતા વિદ્યાર્થીઓ

Image
ઝડપી જમાનામાં અત્યારના 21મી સદીમાં ઘણા વિદ્યાર્થીઓ તો ચોઘડીયાનું નામ જ પ્રથમ વખત સાંભળ્યું હોય ત્યારે નવયુગ સંકુલના કક્ષા-6 ના વિદ્યાર્થીઓ હાથના વેઢાની ગણતરી કરી મૌખિક ચોઘડિયા જોઈ શકે છે અને બોલી શકે છે. આ પ્રકારના ભણતર સાથે ગણતરની સંકલ્પના નવયુગ સંકુલના શિક્ષકોએ યથાર્થ કરી બતાવી છે, અહીં નવયુગમાં માત્ર ભણતર જ નહીં પણ વ્યવહારિક જ્ઞાન પણ પીરસવામાં આવે છે..

શિક્ષક ટ્રેનિંગ

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં દર 15 દિવસે શિક્ષક ટ્રેનિંગનું આયોજકન કરવામાં આવે છે, જેમાં આજની ટ્રેનિંગમાં શિક્ષકમિત્રોને તમામ વિષયોમાં આવતી પ્રવૃતિઓની સચોટ અને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે. આજની ટ્રેનિંગની અમુક યાદગાર ક્ષણો...