વસંત પંચમીની ભવ્ય ઉજવણી
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આજરોજ વસંત પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં
આવી હતી જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા તથા
તેમના ધર્મપત્ની શ્રીમતી રંજનબેન પી.કાંજીયા દ્વારા વૈદિક યજ્ઞ કરી
વસંતપંચમીની ઉજવણી કરી હતી. જેમાં વિદ્યાર્થીગણ, શિક્ષકો, પ્રિન્સિપાલ,
ટ્રસ્ટીગણ વગેરે આ વૈદિક યજ્ઞમાં જોડાયા હતા. આ વૈદિક યજ્ઞના મંત્રોચ્ચારના
વાતાવરણથી દરેકના મન શાંત અને પ્રફુલ્લિત થયા હતા. આજરોજ વિદ્યાર્થીઓ અને
શિક્ષકોએ વિદ્યાના દેવી માઁ સરસ્વતીના આશીર્વાદ લીધા હતા. તમામને વસંત
પંચમીની હાર્દિક શુભકામનાઓ...