ગુજરાત રાજ્યના 45માં સાયન્સ ફેરમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ
નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત
કરી તારીખ - 20 થી 23 જાન્યુઆરીના રોજ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ 2018
GCRT માન્ય ગુજરાત રાજ્યના 45માં સાયન્સ ફેરમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ
1. ભોરણિયા પ્રિન્સ, 2. બાવરવા ક્રિસએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું
હતું,જેમાં અલગ અલગ રાજયોમાંથી 472 જેટલી કૃતિઓ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ
રજુ કરી હતી, જેમાં નવયુગના વિદ્યાર્થીઓએ વિભાગ-5 ની ડિજિટલ ઉકેલ દ્વારા
અકસ્માત નિવારણની કૃતિ રજુ કરી હતી, આ કૃતિ બનાવવા માટે પૂરતું માર્ગદર્શન
આપનાર નવયુગના વિજ્ઞાન શિક્ષકશ્રી ધવલભાઈ છનીયારાને તેમજ બંને બાળ
વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને આ સાયન્સફેરમાં ભાગ લઈ નવયુગનું અને મોરબી
જિલ્લાનું ગૌરવ વધારેલ છે તે બદલ પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા અને નવયુગ
પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે..