"આપણે ગુજરાતી"
નવયુગ સંકુલ પ્રવૃત્તિના માધ્યમથી બાળકો શિક્ષણ મેળવે તે હેતુથી ધોરણ- 6 માં સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ *આપણે ગુજરાતી* શીખવવા નવયુગ સંકુલના શિક્ષક શ્રી સંદિપસિંહ ઝાલાએ બાળકોને અલગ અલગ ભાષા, બોલી અને પોષાકમાં વિવિધતા દર્શાવવા બાળકોને અલગ અલગ ગુજરાતના પ્રદેશોના પોશાકો પહેરાવ્યા હતા અને બાળકો ઉર્દુ, ચરોતરી(મધ્ય ગુજરાત), તળપદી(ઉત્તર ગુજરાત), કાઠિયાવાડી(સૌરાષ્ટ્ર) વગેરે ભાષાઓ બાળકો જે તે પ્રદેશના પોષાકમાં તે પ્રદેશની ભાષાઓ બોલ્યા હતા.આ પ્રવૃત્તિની અમુક યાદગાર તસવીરો....