Posts

Showing posts from February, 2017

"વ્યવસાયકારોની પ્રત્યક્ષ ઓળખ"

Image
નવયુગ સંકુલના કક્ષા~ 3 ના બાળકોને અભ્યાસક્રમમાં આવતા વ્યવસાયકારોની ઓળખ માટે નવયુગ સંકુલના શિક્ષિકા જાનકીબેનએ વિદ્યાર્થ ીઓને વિરપર ગામના વ્યવસાયકારોની ઓળખ માટે મુલાકાત કરાવી. જ્યાં કુંભાર અને મિસ્ત્રીના ઘરે બાળકોને લઇ જઇ સાધનોની ઓળખ કરાવી તથા તેના કાર્ય વિશે પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું. આ મુલાકાતથી બાળકોમાં વ્યવસાયકારોની પ્રત્યક્ષ સંકલ્પના સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.વિદ્યાર્થી અભ્યાસમાં સાચું અને સચોટ પ્રવૃત્તિલક્ષી જ્ઞાન મેળવે તેના માટે સહભાગી થનાર વિરપર ગામના વ્યવસાયકારશ્રીનો ખુબ ખુબ આભાર...

"આપણે ગુજરાતી"

Image
નવયુગ સંકુલ પ્રવૃત્તિના માધ્યમથી બાળકો શિક્ષણ મેળવે તે હેતુથી ધોરણ- 6 માં સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ *આપણે ગુજરાતી* શીખવવા નવયુગ સંકુલના શિક્ષક શ્રી સંદિપસિંહ ઝાલાએ બાળકોને અલગ અલગ ભાષા, બોલી અને પોષાકમાં વિવિધતા દર્શાવવા બાળકોને અલગ અલગ ગુજરાતના પ્રદેશોના પોશાકો પહેરાવ્યા હતા અને બાળકો ઉર્દુ, ચરોતરી(મધ્ય ગુજરાત), તળપદી(ઉત્તર ગુજરાત), કાઠિયાવાડી(સૌરાષ્ટ્ર) વગેરે ભાષાઓ બાળકો જે તે પ્રદેશના પોષાકમાં તે પ્રદેશની ભાષાઓ બોલ્યા હતા.આ પ્રવૃત્તિની અમુક યાદગાર તસવીરો....

બોધસભા

Image
નવયુગ સંકુલની શનિવારની બોધસભાના વક્તા શ્રી વિમલભાઈ કોટેચા કે જેઓ અંગ્રેજી વિષયના શિક્ષક છે સાથે સાથે તેઓ સ્પોકન ઈંગ્લીશનું બહોળું જ્ઞાન અને અનુભવ ધરાવે છે. જેમને બાળકોના સર્વાંગી વિકાસ વિશે સમજાવ્યા હતા તથા હસી મજાક સાથે બાળકોને મોટીવેટ કર્યા હતા. આવા ભારતનું ભાવી ઘડનાર નવયુગ વિદ્યાલયના શિક્ષક શ્રી વિમલભાઈ કોટેચાએ બોધસભામાં હાજરી આપી વિદ્યાર્થી સમક્ષ તેમનું જ્ઞાન રજુ કર્યું તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે

પ્રવૃત્તિ શિક્ષણ

Image
વિદ્યાર્થી જીવનમાં ગામડાનું દ્રશ્ય ઉભું કરવા તથા અગાઉ ગામડામાં ઘર કેવા હતા કે જેમાં ચોમાસાનું પાણી ટપકતું હોય. આ પ્રકારનું દ્રશ્ય કેવું હોય? તેની સમ જૂતી માટે ધોરણ- 4 માં હિન્દી વિષયમાં આવતા "टपका घर" ની સમજૂતી આપવા નવયુગ સંકુલના શિક્ષિકા ધરતીબેન કાંજીયાએ વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ પ્રકારના ગામડાના ઘરના મોડેલ બનાવડાવ્યા હતા. આ પ્રકારે પ્રત્યક્ષ ઘરનું દ્રશ્ય ઉભું કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ઘરના અમુક મોડેલ.......

"વસંત પંચમી ઉજવણી"

Image
નવયુગ સંકુલ ભારતીય સંસ્કૃતિ ટકી રહે તેના માટે હંમેશા ભારતીય ઉત્સવોની ઉજવણી કરે છે. જેમાં આજરોજ નવયુગ સંકુલ ખાતે વસંત પંચમીની ઉજવણ ી કરવામાં આવી જેમાં તમામ વિભાગના પ્રિન્સિપાલશ્રીઓ દ્વારા વિદ્યાના દેવી માઁ સરસ્વતીની પૂજા કરવામાં આવી. સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ માં સરસ્વતીના આશીર્વાદ મેળવ્યા હતા અને અંતમાં નવયુગ સંકુલના શિક્ષક શ્રી કિશનભાઈ ભલોડિયાએ વસંત પંચમીનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. આજના આ કાર્યક્રમની અમુક યાદગાર તસવીરો...