વનભોજન

આજરોજ નવયુગ સંકુલ દ્વારા કક્ષા- 5, 6,7 ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું ગાયત્રી મંદિર (વાંકાનેર) ખાતે વનભોજનનું આયોજન કર્યું. જેમાં વિદ્યાર્થીઓએ કુદરતના સાનિધ્યમાં શિક્ષકો સાથે અનેક રમતો રમ્યા, પર્વતારોહણ કર્યું હતું અને શિક્ષક ગણ સાથે ભોજન કર્યું. આ પ્રકારના વનભોજનથી બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમભાવ વધે અને પ્રકૃતિનું જતન કરી દેશભક્ત બને આ વિચાર સરણીથી વનભોજનનું આયોજન કરવામાં આવે છે. આ વનભોજનને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરતા નવયુગ સંકુલના પ્રિન્સિપાલ શ્રી રાવલ સર, ડાંગરસર, શૈલેષભાઈ પરમાર તથા અન્ય શિક્ષકોના કાર્ય જોઈ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર હર્ષની લાગણી અનુભવે છે...

















Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્