Posts

Showing posts from 2016

Bodh Sabha

Image
🎤બોધસભા વક્તા- પ્રશાંતભાઈ ગોરીયા,તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ભણેલા,આર્યવંત સ્કૂલ માં ટ્રસ્ટી ⚓વીર યોદ્ધા ઓની માહિતી ⚓ હિન્દ સ્વરાજય માં વીર શિવાજી નું પ્રદાન વિશે માહિત...

Bal Sabha (Acting, Drama, Dance)

Image
આજની બાલસભામાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના રિમિક્સ ડાન્સ અને હાસ્યથી ભરપૂર ડ્રામા રજુ કરવામાં આવ્યા સાથે સાથે રાણી લક્ષ્મીબાઈનો એકપાત્રીય અભ િનય રજુ કરવામાં આવ્યો. આ પ્રવૃતિઓના માર્ગદર્શક શિક્ષક શ્રી તુષારભાઈ પૈજા કે જેઓએ ખૂબ જ મહેનત સાથે વિદ્યાર્થીઓને આ પર્ફોમન્સ સફળ બનાવવા પથદર્શક બન્યા. તુષારભાઈનું આ કાર્ય જોઈ નવયુગ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે...

બોધસભા

🎤બોધસભા વક્તા- પ્રશાંતભાઈ ગોરીયા,તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ભણેલા,આર્યવંત સ્કૂલ માં ટ્રસ્ટી ⚓વીર યોદ્ધા ઓની માહિતી ⚓ 🏵હિન્દ સ્વરાજય માં વીર શિવાજી નું પ્રદાન વિશે માહિતિ આપી 🏵મહારાણા પ્રતાપ વિશે માહિતી આપી,રામ પ્રસાદ હાથી વિશે માહિતી આપી 🏵હલ્દીઘાટી યુદ્ધની વાત કહી, 🏵રાણા પ્રતાપની દીકરી ચમ્પા વિશે માહિતી આપી 🏵ગુરૂ ગોવિંદસિંહની,ચમ્પકોર યુધ્ધની કહાની 🏵ભારત દેશ માટે શહિદો થયેલા પર જોક્સ ના બનાવો.

Bodh sabha (Dt. 24-12-2016)

Image

મહાજન પદ (ચૂંટણી પ્રક્રિયા)

Image
આજરોજ નવયુગ સંકુલે કક્ષા-6 માં આવતા સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રકરણ "મહાજન પદ" ની પ્રવૃત્તિમાં ત્યારના સમયની ચૂંટણી અને અત્યારની આધુનિક ચૂંટણીની સમજ  આપવા નવયુગ સંકુલના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી સંદીપસિંહ ઝાલા કે જેમણે વિદ્યાર્થીઓને સરપંચ પદના ઉમેદવારની ટિકિટો આપી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ ચૂંટણી વિજયી બનાવવા માટે સભાઓ યોજી મત માંગવા માટે અનેક વિદ્યાર્થીઓ સાથે કરેલ સભાઓ કર્યા બાદ ચૂંટણી યોજી બાળકોએ પ્રત્યક્ષ ચૂંટણી પ્રક્રિયા વિષે સમજ મેળવી ચૂંટણી પ્રક્રિયા વિષે પ્રત્યક્ષ અભ્યાસ કર્યો જેની તસવીરો....

વનભોજન

Image
આજરોજ નવયુગ સંકુલ દ્વારા કક્ષા- 5, 6,7 ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું ગાયત્રી મંદિર (વાંકાનેર) ખાતે વનભોજનનું આયોજન કર્યું. જેમાં વિદ્યાર્થીઓએ કુદરતના  સાનિધ્યમાં શિક્ષકો સાથે અનેક રમતો રમ્યા, પર્વતારોહણ કર્યું હતું અને શિક્ષક ગણ સાથે ભોજન કર્યું. આ પ્રકારના વનભોજનથી બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમભાવ વધે અને પ્રકૃતિનું જતન કરી દેશભક્ત બને આ વિચાર સરણીથી વનભોજનનું આયોજન કરવામાં આવે છે. આ વનભોજનને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરતા નવયુગ સંકુલના પ્રિન્સિપાલ શ્રી રાવલ સર, ડાંગરસર, શૈલેષભાઈ પરમાર તથા અન્ય શિક્ષકોના કાર્ય જોઈ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર હર્ષની લાગણી અનુભવે છે...