"બેન્કની મુલાકાત"

ધોરણ - 8 માં આવતું પ્રકરણ "બેન્ક" આ પ્રકરણની સવિસ્તાર તથા પ્રત્યક્ષ માહિતી બાળકોને મળી રહે તે માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં પ્રાથમિક વિભાગમાં ગણિત વિષયનું અધ્યયન કરાવતા શિક્ષિકા ડિમ્પલબેન ભોજાણીએ વિદ્યાર્થીઓને બેન્કની મુલાકાત કરાવી હતી. આ મુલાકાતથી વિદ્યાર્થીઓ લોકર વિભાગ, લૉન વિભાગ, કેશિયર, પાસબુક, ચેકબૂક, નાણા સ્લીપ, એ.ટી.એમ. મશીન જેવા વિભાગોની પ્રત્યક્ષ માહિતી મેળવી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ પ્રકારની વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાતમાં ભાગીદાર નવયુગના શિક્ષકગણ તથા બેન્કના મેનેજરશ્રી અને અન્ય બેન્કના કર્મચારીઓનો નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે...













Popular posts from this blog