ધોરણ - 8 માં અંગ્રેજીમાં આવતું યુનિટ "Song of songs" જે પ્રકરણ અકબરના નવ રત્નો તાનસેન અને તેમના ગુરુ હરિદાસના પર આધારિત છે. જેનો અભ્યાસ નાટક દ્વારા બાળકો સરળતાથી યાદ રાખી શકે તે હેતુથી અંગ્રેજી શિક્ષિકા અવનીબેન દ્વારા આ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન એટલે પ્રવૃતિઓની નગરી જેમાં અવનવા કાર્યક્રમો અને પ્રવૃતિઓ થતી હોય છે જેમાં આજરોજ બાલસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ કલાકારો દ્વારા નાટક, ડ્રામા, વક્તવ્ય, ગાયન વગેરેનો સંગમ જોવા મળ્યો હતો. તમામ નવયુગના બાળ કલાકારોને કહું ખૂબ અભિનંદન... અહીંથી જ કલાકારોને સ્ટેજ મળે છે.. આજ તો નવયુગની ઓળખ છે...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ સ્ટાફને Back Bencher ફિલ્મ દેખાડી સમાજ પરિવર્તન માટે અનેરો રાહ ચીંધતા નવયુગના બાગબાનશ્રી પી.ડી.કાંજીયાસર. દરેક સ્ટાફમિત્રોએ કાંજીયાસરનો ખુબ ખુબ આભાર માન્યો.. દરેક વાલીગણ અને અન્ય શિક્ષકોને આ ફિલ્મ જોવા અને તેને અનુસરવા માટે વિનંતી..
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં દર 15 દિવસે પ્રાથમિક વિભાગના શિક્ષકોની ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે જે ટ્રેઇનિંગના તજજ્ઞ પાઠ્યપુસ્તક મંડળના લેખક અને સંપાદક હોય છે. આજરોજની ટ્રેઇનિંગના વક્તાશ્રી સૂચિતભાઈ પ્રજાપતિ હતા જેમણે NCRT ના ગણિત વિષયમાં મૂંઝવતા પ્રશ્નો તથા વર્ગને સ્વર્ગ બનાવવા માટેના વિષયો પર ટ્રેઇનિંગ આપી હતી..
રમત-ગમત,યુવા સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી ની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા ની થ્રો-બોલ સ્પર્ધામાં નવયુગ ની ત્રણ ટીમ જિલ્લા પ્રથમ તેમજ ત્રણ ટીમ જિલ્લા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ નવયુગ ના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે વિજેતા થયેલ ટીમો રાજ્યકક્ષાએ મોરબી જિલ્લા નુ નેતૃત્વ કરશે આ સિઘ્ઘી બદલ નવયુગ પરિવાર તેમજ સંસ્થા ના પ્રમુખ પી.ડી.કાજીયા સાહેબે તમામ ને અભિનંદન પાઠવ્યા હતા.