નવયુગ કોમર્સ સ્કૂલમાં રોજગારી વર્ક માટે સેમિનાર યોજાયો
20 માર્ચ 2018 ને મંગળવારના રોજ નવયુગ કોમર્સ સ્કૂલમાં રોજગારી વર્ક સંબંધિત સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વક્તાશ્રી જે.જે.કણસાગરા સાહેબ તથા રાજકોટ રોજગાર વિનિમય કચેરીમાંથી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને વિદેશનું શિક્ષણ, વિદેશનો વ્યાપાર, વિદેશની ભાષાઓ, વિદેશમાં રોજગારી, પાસપોર્ટ કઈ રીતે બનાવવો વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારની અમુક યાદગાર તસવીરો....