રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી
28 ફેબ્રુઆરીને બુધવારના રોજ વિરપર મુકામે આવેલી નવયુગ શૈક્ષણિક સંકુલમાં વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહેમાન તરીકે ગવર્નમેન્ટ શિક્ષક અને વિજ્ઞાન વિષયના તજજ્ઞશ્રી વિનોદભાઈ વસીયાણી ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિજ્ઞાન અને આજની ટેકનોલોજીની દુનિયાની વાત કરી હતી સાથે સાથે જે વૈજ્ઞાનિકોએ સંશોધન માટે પોતાની જિંદગી કુરબાન કરી દીધી તે તમામ વૈજ્ઞાનિકોના પ્રેરક પ્રસંગો કહ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓના અલગ અલગ ગ્રુપ બનાવી વિજ્ઞાનની પ્રશ્નોતરીનું આયોજન કર્યું હતું. જે પ્રશ્નોતરીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બાળ વૈજ્ઞાનિક તરીકે ઉચ્ચારી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં વિદ્યાર્થીની બહેનોની ટીમ વિજેતા થઈ હતી તેમને નવયુગ સંકુલના પ્રિન્સિપાલશ્રી વાય.કે.રાવલસરે ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સફળ આયોજન બદલ મહેમાનશ્રી વિનોદભાઈ વસીયાણીનો સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસાહેબે આભાર વ્યક્ત કર્યો હતો...