વોઇસ ઓફ ગુજરાતમાં નવયુગનું ઘરેણું ચમક્યું
4 એપ્રિલના રોજ રાજકોટ ખાતે વોઇસ ઓફ ગુજરાતનું આયોજન કરેલ હતું, જેમાં નવયુગ સંકુલનો વિદ્યાર્થી રાઠોડ ચંદુએ ચાર ચાંદ લગાવી દીધા હતા. ફરીદા મીર અને લાલીતાબેન ઘોડાદરા જેવા જજને ખુશ કરી તમામ શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. રાઠોડ ચંદુ આ સ્પર્ધામાં સિલેક્ટ થઈ ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કરેલ છે, તે બદલ પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર તથા નવયુગ પરિવાર ગર્વની લાગણી અનુભવે છે....