પ્રત્યક્ષ શિક્ષણ

નવયુગ સંકુલના ધોરણ-8 માં વિજ્ઞાનનું અધ્યયન કરાવતા નવયુગ સંકુલના શિક્ષક શ્રી ધવલભાઈ છનીયારા કે જેઓએ વિજ્ઞાનના સુક્ષમ્ જીવો પ્રકરણનું પ્રત્યક્ષ શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તે માટે ડૉ. વિવેકભાઈ આદ્રોજા સાહેબની નવયુગ સંકુલમાં મુલાકાત ગોઠવી જેમના પાસેથી વિદ્યાર્થીઓએ વાયરસથી થતી બીમારીઓ તથા બેક્ટેરિયા, પ્રજીવો તથા જીવો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. આ માહિતી મેળવી વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ હતો. નવયુગ પરિવાર આદ્રોજા સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.