Posts

Showing posts from June, 2017

"વિશ્વ યોગદિવસની ઉજવણી"

Image
"વિશ્વ યોગદિવસની ઉજવણી" આજરોજ નવયુગ સંકુલ ખાતે વિશ્વ યોગદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કક્ષા-1 થી 4 ના બાળકોને નવયુગ સંકુલના શિક્ષકશ્રી કિશોરસર કાસુન્દ્રા એ યોગ કરાવ્યા હતા તથા ધોરણ- 5 થી 10 ના વિદ્યાર્થીઓને શિશુમંદિરના આચાર્ય હેતલબેન વ્યાસ અને અવનીબેન સરડવા એ યોગ કરાવ્યા હતા, વિદ્યાર્થીઓ યોગનું મહત્વ સમજે અને યોગ નિયમિક કરી સદાય નિરોગી રહે તે હેતુથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણને નવયુગ પરિવાર યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.

"બોધસભા"

Image
"બોધસભા" નવયુગ સંકુલની આજની બોધસભાના વક્તા શ્રી ઘોડાસરા સાહેબ કે જેઓએ વિદ્યાર્થીઓને NCC અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે બહુ હળવેથી પ્રાર્થના, યોગ અને રમતગમતનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું અને અંતમાં આપણું જીવન સતત સક્રિય રાખવું અને સક્રિય જીવનથી થતા ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વક્તા શ્રી ઘોડાસરા સાહેબએ આજની બોધસભામા હાજરી આપી વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસ્યું તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સાહેબ આભાર વ્યક્ત કરે છે...

"ગરમીમાં ઠંડી ઠંડી મસ્તી"

Image
"ગરમીમાં ઠંડી ઠંડી મસ્તી" નવયુગ સંકુલના કે.જી.તથા ધોરણ-1 ના બાળકોને ગરમીથી રાહત મેળવવા અને પોતાના મિત્રો સાથે મજાક મસ્તી કરી આનંદ મેળવી શકે તે હેતુથી બાળકોને બાથટબમાં નવડાવ્યા, જેમાં બાળકોએ લપસીયા પરથી લસરીને વોટરપાર્ક જેવી મજા લીધી હતી..પોતાના મિત્રસર્કલ સાથે આનંદ માણતા નવયુગ સંકુલના ભૂલકાઓ...

ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર

Image
ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન.. સેમિનારની એક ઝલક....