ઉતરાયણ પર્વ
નવયુગ સંકુલના બાળકોએ પતંગ બનાવવાની પ્રવૃત્તિ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ અવનવી જાતની અલગ અલગ પ્રકારની પતંગો બનાવી અનેરી ખુશી મેળવી હતી.આ ઉતરાયણ પર્વ પર આપણે સૌએ પણ આનંદ, હાસ્ય, મસ્તી, ખુશી વગેરે ગુણરૂપી પતંગો લૂંટવા જઈએ. સહકાર, સંપ, દયા, કરુણા, પ્રેમ વગેરે ગુણરૂપી પતંગો ચગાવવા જોઈએ તથા અહંકાર, કામ, મોહ, લોભ, ક્રોધ વગેરે અવગુણ રૂપી પતંગો કાપવા તે અંગેનું જીવન લક્ષી શિક્ષણ મેળવવું જોઈએ. નવયુગ સંકુલના બાળકોએ બનાવેલી પતંગની તસવીરો...
" ઉતરાયણ પર્વની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ"