Posts

Showing posts from January, 2017

પ્રવૃત્તિ શિક્ષણ

Image
નવયુગ સંકુલના કક્ષા-4 માં આવતું પ્રકરણ "નાણું"ની વિસ્તૃત સમજ આપવા ચાઈલ્ડ બેન્કના ચલણની મદદથી પ્રત્યક્ષ અભ્યાસ કરાવ્યો જેમાં બાળકો આ પ્રવૃત્તિની મદદથી વ્યવહારમાં ચલણનો ઉપયોગ કરી શકે આ હેતુથી આ પ્રકારની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી સાથે સાથે રૂપિયાના સરવાળા અને બાદબાકી કરી નોટોની ગણતરી કરતા શીખવી હતી. આ ચાઈલ્ડ બેન્કની મદદથી અભ્યાસ કરતા બાળકોની તસ્વીરો...

ગણતંત્ર પર્વ

Image
જય ગુરુદેવ, આજરોજ નવયુગ સંકુલ ખાતે ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં મહેમાનશ્રીના હસ્તે ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રીય ગાન અને ઝંડા ગીત સંગીતના વાદ્યો સાથે વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું ત્યારબાદ પેટ પકડીને હસાવે તે પ્રકારના ઘણા ડ્રામાં રજુ કરવામાં આવ્યા સાથે સાથે દેશભક્તિના ગીતો પર એકદમ ધમાકેદાર ડાન્સ રજૂ કર્યા બાદ અંતમાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિને બિરદાવવા માટે વિદ્યાર્થીઓને ઇનામ, પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગણતંત્ર પર્વની અમુક યાદગાર તસવીરો

વિજ્ઞાન મેળામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ

Image
આજરોજ નર્મદા બાલ ઘર દ્વારા વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં મોરબી જિલ્લાની અનેક સ્કૂલના વિદ્યાર્થીઓએ  આ સાયન્સ ફેરમાં ભાગ લિધો હતો જેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ એ.સી. બેડ, હીટર, રોટેટ પાર્કિંગ જેવા અલગ અલગ 5 પ્રયોગો તૈયાર કરી પ્રદર્શનીમાં મુક્યા હતા. જેમા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમેળામાં ભાગ લઈ અનેરું પ્રદર્શન દેખાડ્યુ હતું. આ સાયન્સ ફેરમાં વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી ભાગ લીધો તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર અભિનંદન પાઠવે છે....

"પક્ષીઓ બચાવો અભિયાન"

Image
અત્યારે દિવસેને દિવસે પક્ષીઓ લુપ્ત થતા જાય છે ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર દ્વારા આપવામાં આવે લ પ્રવૃત્તિથી સમાજને સંદેશો મળે અને પક્ષીઓ આપણી નજીક નિવાસ કરી શકે તથા પક્ષીઓને ખોરાક સરળતાથી મળી રહે તે માટે ધોરણ - 7 માં હિન્દી વિષયમાં આવતું પ્રકરણ "દેશ કે નામ સંદેશ" માં શૈલેષભાઇ પરમારે અનેરી પ્રવૃત્તિ કરાવી જેમાં વિદ્યાર્થીઓએ 15 થી વધુ ચબૂતરા વૃક્ષો નીચે બાંઘી સમાજને સંદેશો આપ્યો. પક્ષીપ્રેમી વિદ્યાર્થીઓની તસવીરો..

“યુવા જ્ઞાનોત્સવ” ( સ્વાગત ગીત)

Image
આજરોજ શરૂ થયેલા યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરનાર તમામ કાર્યકર્તાઓને વંદન. આ યુવા જ્ઞાનોત્સવમાં નવયુગ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ઉપસ્થીત તમામ જ્ઞાન ઉપાસકોનું સ્વાગત કરવા માટે સ્વાગત ગીત રજૂ કર્યું. આ સ્વાગત ગીત તૈયાર કરાવનાર નવયુગ સ્કૂલના શિક્ષકશ્રી તુષારભાઈ પૈજા અને આરતીબેન કોટકનું કોરીઓગ્રાફરનું કાર્ય જોઈ નવયુગ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે...

"બોધ સભા" (વક્તા ડૉ. પૂર્ણિમાબેન ભડેશીયા)

Image
આજરોજની બોધસભાના વક્તા ડૉ. પૂર્ણિમાબેન ભડેશીયા કે જેઓ વ્યવસાયે ભડેશીયા હોસ્પિટલમાં લેડી ડોક્ટર તરીકેની ફરજ બજાવે છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં મોરબી જીલ્લા બૌદ્ધિક પમુખની જવાબદારી નિભાવે છે. જેમણે વિદ્યાર્થીઓને વાંચન યાદ ન રહેતું હોય તેના ઉપાયો સમજાવી વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા હતા સાથે સાથે વિદ્યાર્થી જીવનમાં સારા અને ખરાબ ગુણો વિશેનો ભેદ સમજાવ્યો હતો અને અંતમાં મકરસંક્રાંતિ ઉત્સવનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. પૂર્ણિમાબેન ભડેશીયાએ આ બોધસભામાં સંબોધન કરી વિદ્યાર્થીઓને જ્ઞાનસભર માહિતી પીરસી તે બદલ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે.

બાલસભા "સંગીતની મોજ"

Image
આજરોજની બાલસભામાં વિદ્યાર્થીઓએ નવયુગ સંકુલના સંગીત શિક્ષક શ્રી તુષારભાઈ પૈજાની સાથે ગીતોના ગાન સાથે ડ્રમ, ઓર્ગન, તબલા, ઢોલ વગેરેના તાલે વિદ્યાર્થીઓએ પોતાની કલા રજુ કરી હતી.આ ગાયન અને વાદનની કલા વિદ્યાર્થીઓમાં ખીલવવા માટે અત્યંત મહેનત કરતા નવયુગ સંકુલના શિક્ષકો શ્રી દેવેનભાઈ વ્યાસ, તુષારભાઈ પૈજા તથા મુનીરભાઈ વાલેરા આ શિક્ષકોની મહેનતનું આ પરિણામ છે. આજની બાલસભાની સુંદર તસવીરો...

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

Image
સ્કૂલોમાં દિવસની શરૂઆત સામાન્ય રીતે પ્રાર્થનાથી કરવામાં આવે છે કેમ કે "પ્રાર્થના એ આત્માનો ખોરાક છે" આત્માની શાંતિ માટે તથા સવારે ઉઠતાની સાથે સ્મરણ શક્તિ આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિદ્યાના દેવી માઁ સરસ્વતીને પ્રાર્થના કરવામાં આવે છે. સવારની પ્રાર્થનામાં વિદ્યાર્થીઓને બાસુરીવાદન પર ધ્યાન કરાવવામાં આવે છે. આ ધ્યાન થી બાળકોનું ચિત્ત એકાગ્ર થાય છે અને અભ્યાસ માટે બાળકોની યાદશક્તિમાં વધારો થાય છે. આ હેતુથી ધ્યાન કરાવવામાં આવે છે. ધ્યાન કરતા બાળકોની તસવીરો....

ઉતરાયણ પર્વ

Image
નવયુગ સંકુલના બાળકોએ પતંગ બનાવવાની પ્રવૃત્તિ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ અવનવી જાતની અલગ અલગ પ્રકારની પતંગો બનાવી અનેરી ખુશી મેળવી હતી.આ ઉતરાયણ પર્વ પર આપણે સૌએ પણ આનંદ, હાસ્ય, મસ્તી, ખુશી વગેરે ગુણરૂપી પતંગો લૂંટવા જઈએ. સહકાર, સંપ, દયા, કરુણા, પ્રેમ વગેરે ગુણરૂપી પતંગો ચગાવવા જોઈએ તથા અહંકાર, કામ, મોહ, લોભ, ક્રોધ વગેરે અવગુણ રૂપી પતંગો કાપવા તે અંગેનું જીવન લક્ષી શિક્ષણ મેળવવું જોઈએ. નવયુગ સંકુલના બાળકોએ બનાવેલી પતંગની તસવીરો... " ઉતરાયણ પર્વની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ"

"વન ભોજન સરસ્વતીનિકેતન આશ્રમ"

Image
નવયુગ સંકુલના ધોરણ-8 અને 9 ના વિદ્યાર્થીઓનો આજરોજ સરસ્વતીનિકેતન આશ્રમ (ભાણદેવજી આશ્રમ) ખાતે વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વનભોજનમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ "વૃક્ષો બચાવો" અને "સ્વચ્છતા" અંગેના સુવિચાર વૃક્ષો પર લગાવી સમાજને એક સંદેશો આપી નવયુગ સંકુલનું ગૌરવ વધારેલ છે. આ વનભોજનમાં વિદ્યાર્થીઓએ આશ્રમના પ્રકૃતિમય વાતાવરણમાં જાતે અવનવી રસોઈ બનાવી હતી અને આ વાનગીઓ એક જગ્યા પર સુશોભન કરી વિદ્યાર્થીઓએ બનાવેલી ડીસની સ્પર્ધા હતી અને ત્યારબાદ મિત્રો સાથે ભોજન કર્યું હતું. આ ભોજન બાદ હળવી રમતો રમ્યા હતા અને અંતમાં જોધપર (મચ્છુ નદી)ની મુલાકાત લીધી હતી જેમાં 1 કિલોમીટરનું વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે ટ્રેકિંગ કરી અનેરો આનંદ પ્રાપ્ત કર્યો હતો. આ વન ભોજનની અમુક યાદો....