નવયુગ સંકુલમાં ધોરણ કે.જી. અને પહેલા ધોરણમાં 1, ઓક્ટોમ્બર વાર્ષિક વિશ્વ શાકાહારી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. 1, ઓક્ટોમ્બર વાર્ષિક વિશ્વ શાકાહારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નોર્થ અમેરિકન વેજિટેરિયન સોસાયટી (એનએવીએસ) દ્વારા તેની સ્થાપના 1977 માં કરવામાં આવી હતી અને પાછળથી 1978 માં આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ દિવસનો હેતુ જાગૃતિ લાવવા અને શાકાહારી જીવનશૈલી અપનાવવાના ફાયદાઓને પ્રોત્સાહન આપવાનો છે. તે શાકાહારી જીવનશૈલી તરફ વૈશ્વિક ધ્યાન લાવવાનો ઇરાદો ધરાવે છે. શાકભાજી માનવ શરીર તેમજ આસપાસના વાતાવરણ માટે ફાયદાકારક છે. લોકોને પ્લાન્ટ આધારિત જીવનશૈલી અપનાવવા અને માંસને ખાળવાની પ્રેરણા આપવાનું લક્ષ્ય છે. જુઓ વિડિઓ નીચે આપેલ લિંકમાં https://m.facebook.com/story.php?story_fbid=933165593683480&id=155378708128843
સ્કૂલોમાં દિવસની શરૂઆત સામાન્ય રીતે પ્રાર્થનાથી કરવામાં આવે છે કેમ કે "પ્રાર્થના એ આત્માનો ખોરાક છે" આત્માની શાંતિ માટે તથા સવારે ઉઠતાની સાથે સ્મરણ શક્તિ આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિદ્યાના દેવી માઁ સરસ્વતીને પ્રાર્થના કરવામાં આવે છે. સવારની પ્રાર્થનામાં વિદ્યાર્થીઓને બાસુરીવાદન પર ધ્યાન કરાવવામાં આવે છે. આ ધ્યાન થી બાળકોનું ચિત્ત એકાગ્ર થાય છે અને અભ્યાસ માટે બાળકોની યાદશક્તિમાં વધારો થાય છે. આ હેતુથી ધ્યાન કરાવવામાં આવે છે. ધ્યાન કરતા બાળકોની તસવીરો....
નવયુગ સંકુલના ધોરણ - 8 ના વિદ્યાર્થીઓએ લજાઈ પાસે આવેલા ગ્રીન હાઉસની મુલાકાત લીધી જેમાં આ મુલાકાતનો ખાસ ઉદેશ્ય વિજ્ઞાન વિષયમાં આવતા આધુનિક ખેતી પ્રકરણનું પ્રત્યક્ષ અધ્યયન કરાવું. બસ આ જ હેતુથી વિજ્ઞાન શિક્ષક શ્રી ધવલભાઈ છનીયારાએ આ ગ્રીન હાઉસની મુલાકાત લેવડાવી હતી. આ ગ્રીન હાઉસમાં R.O. Plant થી પાણી આપવામાં આવે છે, સાથે સાથે ટપક સિંચાઇ અને ફુવારા પદ્ધતિ દ્વારા વાવેતર કરેલ છોડને ઉછેરવામાં આવે છે. સાથે સાથે આ ગ્રીન હાઉસમાં વિવિધ ફળો અને શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આ પ્રકારનું પ્રત્યક્ષ શિક્ષણ મેળવી આનંદની અનુભૂતિ કરી હતી. ગ્રીન હાઉસના મલીકશ્રીએ આ પ્રત્યક્ષ શિક્ષણ આપવાના હેતુને પ્રોત્સાહન આપી અનુમતી આપી તે બદલ પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે.